વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ $C_4$ વનસ્પતિઓની ઉત્પાદકતા $C_3$ વનસ્પતિઓ કરતા વધારે હોય છે.
$(2)$ કેલ્વિન ચક્ર છ વખત ચાલવું આવશ્યક છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ $C_4$ પથમાં પુલકંચુક (bundle sheath) કોષોના હરિતકણમાં $CO_2$ ની સાંદ્રતા સતત વધતી રહે છે. આ કોષોમાં કાર્બન સ્થાપનની જૈવસંશ્લેષણીય પ્રક્રિયા થતી હોવાથી,વધુ $CO_2$ પ્રાપ્ત થાય છે અને વધુ કાર્બોદિતનું નિર્માણ થાય છે.
વધુમાં,ક્રેન્ઝ (Kranz) પેશીની રચના મધ્યપર્ણ કોષોની પ્રકાશ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા $O_2$ ને પુલકંચુક કોષોમાં પ્રવેશતા અટકાવે છે. તેથી,પ્રકાશશ્વસન (photorespiration) થવાની શક્યતા રહેતી નથી. આમ,$C_4$ પથની ઉત્પાદકતા $C_3$ પથ કરતા વધારે હોય છે.
$(2)$ પ્રકાશ પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થતા $ATP$ અને $NADPH$ નો ઉપયોગ જૈવસંશ્લેષણીય તબક્કામાં થાય છે. $CO_2$ એ $RuBP$ અણુ સાથે જોડાઈને $PGA$ બનાવે છે. જો આ ચક્ર છ વખત ચાલે,તો $6$ અણુ $RuBP$ એ $6$ અણુ $CO_2$ સાથે જોડાઈને રિડક્શન દરમિયાન $12$ અણુ $PGAL$ બનાવે છે. તેમાંથી બે અણુ $PGAL$ ગ્લુકોઝના એક અણુના નિર્માણમાં વપરાય છે અને બાકીના $10$ અણુ $PGAL$ પુનઃસર્જન દ્વારા ફરીથી $6$ અણુ $RuBP$ બનાવે છે. આમ,ચક્ર ચાલુ રહે છે,જેના દ્વારા વાતાવરણમાંથી $CO_2$ મેળવીને અંતે ગ્લુકોઝનું નિર્માણ થાય છે.

Explore More

Similar Questions

એક્વેરિયમમાં લીલી વનસ્પતિઓ ઉગાડવાથી માછલીઓ શા માટે વધુ સારી રીતે વિકાસ પામે છે?

વિધાન $:-$ ક્લોરોફિલ $a$ ના શોષણ વર્ણપટ અને પ્રકાશસંશ્લેષણના ક્રિયાશીલ વર્ણપટ વચ્ચે સંપૂર્ણ એક-એક સુસંગતતા નથી.
કારણ $:$ મોટાભાગનું પ્રકાશસંશ્લેષણ વર્ણપટના વાદળી અને લાલ વિસ્તારોમાં થાય છે,પરંતુ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગલંબાઇઓ પર પણ થોડું પ્રકાશસંશ્લેષણ થાય છે.

વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ અને શ્વસન અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I$. નીચા $CO_2$ સાંદ્રતામાં RuBisCO ની ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ શક્તિ હોય છે.
$II$. $C_4$ વનસ્પતિઓના પુલકંચુક (bundle sheath) કોષોના હરિતકણમાં કેલ્વિન પથ જોવા મળે છે.
$III$. જ્યારે આલ્કોહોલની સાંદ્રતા $7\%$ સુધી પહોંચે છે ત્યારે યીસ્ટ પોતે ઝેરી બની જાય છે.
$IV$. જારક શ્વસન દરમિયાન ઓક્સિજન એ અંતિમ હાઇડ્રોજન ગ્રાહક છે.

નીચે આપેલા ટૂંકાક્ષરો (abbreviations) ના પૂર્ણ નામ આપો:
$(1)$ $NADP$
$(2)$ $ATP$

પ્રકાશસંશ્લેષણ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ પ્રકાશસંશ્લેષણ દરમિયાન $ATP$ ના નિર્માણને ફોટોફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે.
$(B)$ ક્રાન્ઝ અંતઃસ્થ રચના (Kranz anatomy) પર્ણ સાથે સંબંધિત છે.
$(C)$ કેલ્વિન ચક્ર દરમિયાન $NADP^+$ નું $NADPH$ માં રિડક્શન થાય છે.
$(D)$ ક્લોરોફિલના અણુમાં,મેગ્નેશિયમ ફાયટોલ પૂંછડીમાં હાજર હોય છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo